Aravalli: અરવલ્લીના શામળાજીની અસાલ GIDCની બંધ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના શામળાજીની અસાલ GIDCમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેકટરીમાં 60થી વધુ કેમિકલ ભરેલા ટેન્કરોમાં આગ લાગી હતી. ભીષણ આગને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર વિભાગની 10 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઈક્કો વેસ્ટ નામની કેમિકલ ફેક્ટરી છેલ્લા 4 મહિનાથી બંધ હતી. આગના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, ઇડરથી ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી. આગમાં કંપનીના 60થી વધુ ટેન્કરો બળીને ખાખ થયા હતા. સ્થાનિક સરપંચે વિભાગને જાણ કરાઇ હતી.
ગઇકાલે સુરતમાં એક કારમાં આગ લાગી હતી. તેમાં સવાર પાંચ લોકોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનાની જાણ તથા જ મોરાભાગળ ફાયર વિભાગે ઘટના સ્થળ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવો પ્રાથમિક અંદાજ છે.
આ મહિનાની શરૂઆતમાં અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણના મોત થયા હતા. જ્યારે ટ્રકમાં 150થી વધુ ઘેટા-બકરા ભરવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે વીજ તારને અડકી જતા ટ્રક સળગી ઊઠી હતી. જે બાદ બાળક સહિત ત્રણના મોત થયા. ટ્રકમાં ભરવામાં આવેલા સાથે જ 150થી વધુ ઘેટા બકરા પર બળીને ખાખ થઇ ગયા હતા. મોડાસાની બે ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. મોડાસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી.