Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને વિદેશી મીડિયામાં પણ ચર્ચા જોવા મળી છે. પાકિસ્તાની અખબાર ડૉન(dawn)ને લખ્યું કે, 'ચૂંટણી પરિણામમાં મોદી મેજિક કામ કર્યું'. આ ઉપરાંત મિડલિસ્ટના પ્રતિષ્ઠિત અખબાર અલજજીરાએ નોંધ્યું કે,  'હિંદુત્વ વધવાથી ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો'. યુકેના ઇન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા નોંધવામાં આવ્યું કે, 'આ પરિણામ 2024 લોકસભા ચૂંટણી પહેલા જુસ્સો વધારશે'. તો બીજી તરફ USAના વોશિંગ્ટન પોસ્ટે નોંધ્યું કે,  'મોંઘવારી અને બેરોજગારી હોવા છતાં પણ ભાજપે જીત મેળવી'. યુકેના ધ ગાર્ડિયને નોંધ્યું કે, 'એક સમયની પ્રભાવશાળી પાર્ટી કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે'.


ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો હતો. પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે.


શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ કાલે નક્કી થઇ જશે.ધારાસભ્ય દળના નેતા નક્કી થતા જ મુખ્યમંત્રીનું નામ રાજ્યપાલને કાલે બે વાગ્યે મોકલાશે. મુખ્યમંત્રીનું નામ નક્કી થયા બાદ મુખ્યમંત્રી તરફથી મંત્રીઓના નામની યાદી પણ રાજ્યપાલને મોકલાશે. સૂત્રોના મતે અગાઉની ભૂપેન્દ્ર પટેલ સરકારના 12થી વધુ મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા છે.


પંકજ દેસાઇએ કહ્યું હતું કે આવતીકાલે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ધારાસભ્યદળની બેઠક મળશે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ રખાશે. ગાંધીનગરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપશે. રાજ્યપાલને મળીને તેઓ રાજીનામું સોંપશે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ-જાતિ નહી પરંતુ લાયકાતના આધારે પ્રાધાન્ય અપાશે. શપથવિધિ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શપથવિધી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથવિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી