દ્વારકા: ખંભાળિયાના સલાયામા તાજું જન્મેલું બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જસરયા ચોકમાં તાજું જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલમાં બાળકને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયા લાવવામાં આવ્યું છે. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી બાળકને જામનગર રીફર કરાયું છે. ત્યજી દેવાયેલા બાળક મળતા સલાયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માસુમ બાળકને તેની માતાએ શા માટે તરછોડ્યું તેને લઈને દરેક લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નવજાતને તરછોડવામાં આવ્યું હોય. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
પોરબંદર: શહેરમાં બનેલી એક ઘટનાએ પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે. આ અંગે વિગતે વાત કરીએ તો પોરબંદરમાં એક પોલીસ કર્મચારીએ અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની રેપ કર્યાનો આરોપ લાગ્યો છે અને આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાનજી કેશવલાલ વાસણ અને તેની પત્ની રાધા કાનજી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીની પત્નીએ ફરિયાદી સાથે પહેલા મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેના પતિને યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વિડીયો ઉતાર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યા
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ચપ્પુ મારીને યુવકની હત્યા કરવામાં આવી છે. યુવતીની છેડતી બાદ યુવતીના પિતા અને ભાઈ દ્વારા ઠપકો આપાતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ભાઈની થઈ હત્યા કરી દીધી. હવે આ મામલે બાપુનગર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ