Mehsana : મહેસાણા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલની પત્નીએ ઝેરી દવાપી કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ કોસ્ટેબલ પતિ દીકરીના જન્મથી નાખુશ થતાં પત્ની પર અત્યાચાર કરતો હતો
જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તેજ કાયદો તોડે છે. વાત જાણે એમ છે કે મહેસાણાના વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ મુકેશ પટેલની પત્નીએ પોતાના પતિના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે .
દીકરી જન્મતા નાખુશ હતા પતિ અને સાસુ-સસરા
મુકેશ અને ભૂમિ પટેલના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા જોકે લગ્નના એક વર્ષ બાદ મુકેશ અને ભૂમિ પટેલને ત્યાં એક દીકરીનો જન્મ થયો જોકે દીકરીનો જન્મ થતાં મુકેશ પટેલ અને તેના માતા-પિતા નારાજ થયા અને ભૂમિ પટેલને કહેવા લાગ્યા કે અમારે દીકરો જોઈએ તેમ કહી ભૂમિ પટેલને માર મારવા લાગ્યા . જોકે બે વર્ષ સુધી સતત હેરાન કરાતા આખરે ભૂમિએ પોતાના પિયર આવી ઝેરી દવા પી લીધી હતી.
ભૂમિ પટેલના પિતાનું કહેવું છે કે મુકેશ પટેલ પોલીસમાં ફરજ બજાવતો હોવાના કારણે તે અમારી દીકરી ને હેરાન કરતો હતો જેથી દીકરી કંટાળી અમારા ઘેર આવી ગઈ અને આખરે તેને આત્મહત્યાની કોશિસ કરી છે.
મુકેશ પટેલ અને તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
જોકે ભૂમિ પટેલ ઝેરી દવાપી લેતા તેને તાત્કાલિક ગોજરિયા સરકારી હોસ્પિટલા લઈ ગયા હતા જ્યાં તેની સારવાર થઈ રહી છે. તો બીજી તરફ સમગ્ર મામલે વસાઈ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ પટેલ તેના માતપિતા સામે પોલીસ ફરિયાદ નોધી જેને પગલે પોલીસ કોસ્ટેબલ ફરાર થઈ ગયો છે.
વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા ખુદ પોલીસ કર્મચારીએ પુત્ર મેળવવા પોતાની પત્ની પર અત્યાચાર કરતાં સવાલ એ થાય છે કે જે પોલીસ પાસે દીકરી-દીકરો એક સમાન રાખવાના કાયદાનો અમલ કરવાની જવાબદારી છે તેજ પોલીસના ઘરે દીકરીનો જન્મ થતાં પોલીસ કોસ્ટેબલ દીકરો મેળવા પોતાની પત્ની પર અત્યાચાર કરે છે.
આ પણ વાંચો :
AHMEDABAD : એક તરફ મેટ્રોનું કામ, બીજી તરફ તૂટેલા રસ્તા, કેશવનગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
AHMEDABAD : AMCએ 70 કરોડનું આંધણ કર્યું, BRTS રૂટ પરના RFID ગેટ દોઢ વર્ષમાં બંધ