ગાંધીનગર:  પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની 2,760 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. 2,760 પંચાયત ઘર માર્ચ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14થી 22 લાખનો ખર્ચ થશે. તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે.


માર્ચ 2022 સુધીમાં ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ બનશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આજે રાજ્યના કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્ત્વની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, પંચાયતી વિભાગ દ્વારા આગામી 31 માર્ચ, 2022 સુધીમાં 2760 જેટલા પંચાયત ઘરો તૈયાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યું છે.


જે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું મકાન હોય, ત્યાં નવા મકાન બનાવવામાં આવશે. ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14 થી 22 લાખનો ખર્ચ થશે. આટલું જ નહીં, તલાટીઓ માટે પણ પંચાયતમાં જ ઘર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇરેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ


India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?


ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગરબ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસોજાણો રિસર્ચનું શું છે તારણ


બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણઆ રીતે બચાવોશિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા


અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માતલીંબડી હાઇવે પર કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત