ગાંધીનગરઃ કોગ્રેસ દાવો કર્યો હતો કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાશે. કૉંગ્રેસના પૂર્વ કેંદ્રિયમંત્રી ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો હતો કે ભાજપ 5 રાજ્યમાં હાર ભાળી ગયું છે. હવે ગુજરાત પણ ભાજપના હાથમાંથી જશે. સરકાર બદલવા છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. ગુજરાતમાં પણ આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે.
કોગ્રેસે દાવો કર્યો હતો કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાશે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાશે. ભાજપ 5 રાજ્યમાં હાર ભાળી ગયું છે. પાંચ રાજ્યોના પરિણામ બાદ ગુજરાત પણ હાથમાંથી જશે તેવું ભાજપ માને છે.
કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે સરકાર બદલવા છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. પંજાબ, ગોવા, UP સહિતના 5 રાજ્યોની સાથે ગુજરાતમાં ચૂંટણી આવશે. આગામી ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી કરાવશે.વહેલી ચૂંટણી માટે કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છીએ. ભાજપ ગમે ત્યારે ચૂંટણી કરાવે તમામ જગ્યાએથી ભાજપ ઘરભેગું થશે. ગુજરાતમાં પણ આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે. નોંધનીય છે કે ભાજપ અને કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ
બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત