આણંદના તારાપુરમાંથી ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે.  જામનગરના શખ્સના નામે સીમ કાર્ડ એક્ટિવ કરી તેમને  પાકિસ્તાન મોકલ્યું હતું.  સેનાના કર્મચારીઓને વાયરસ મોકલી ફોન હેક કરાતા હોવાનો પણ ખુલાસો થયો છે. કોર્ટે આરોપીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યો છે.  તપાસમાં અનેક ખુલાસાની શક્યતાઓ છે.


ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ એ મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક પાકિસ્તાની જાસૂસી એજન્ટ લાભશંકર મહેશ્વરીની ધરપકડ કરી છે. ATS એ પર્યાપ્ત પુરાવા એકત્ર કર્યા પછી અને ગ્રાઉન્ડ વેરિફિકેશન દ્વારા વધારાની માહિતી એકઠી કરી મુખ્ય શંકાસ્પદ લાભશંકર મહેશ્વરી વિરુદ્ધ બુધવારે અમદાવાદના ATS પોલીસ સ્ટેશનમાં IPC અને ભારતીય IT એક્ટની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી અને ગુરુવારે તેની ધરપકડ કરી હતી.

ગુજરાત ATS ટીમે આરોપીની અટકાયત કરી પ્રારંભિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે જે 1999માં તેની પત્ની સાથે પ્રજનન સારવાર માટે ભારત આવ્યો હતો. અને શરૂઆતમાં તે તારાપુરમાં તેના સાસરિયાના ઘરે રહેતો . પછી તેણે લાંબા ગાળાના વિઝા એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓના સમર્થનથી તારાપુરમાં કરિયાણાની દુકાન, અનેક ભાડે આપેલી દુકાનો/સ્ટોર અને પોતાનું એક ઘર સાથે પોતાને એક સફળ વેપારી તરીકે જાહેર થવા લાગ્યો. દરમ્યાન આ દંપતી કોઈ બાળક વિનાનું હતું. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. 2022ની શરૂઆતમાં આરોપી પાકિસ્તાનમાં તેના માતા-પિતાની મુલાકાતે પણ ગયો હતો. આરોપીની વિઝા પ્રક્રિયા દરમિયાન અને તેના માતા-પિતાના ઘરે પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન તેની ખેતી કરવા લાગ્યો અને માનવામા આવે છે કે ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. ત્યારે વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવવાની સુવિધા આપવા ઉપરાંત તેણે સિમ કાર્ડ પાકિસ્તાનમાં મોકલ્યું હતું અને પાકિસ્તાની એજન્સી વતી અન્ય કેટલાક શંકાસ્પદ જાસૂસી વાહકોને નાણાં ટ્રાન્સફર કરવા સહિત પાકિસ્તાન એજન્સીને માહિતી પુરી પાડી હતી.






આરોપી પાકિસ્તાની એજન્ટ લાભશંકર MI ને સુવિધા આપવામાં આવેલ વોટ્સએપ નંબર- ભારતીય નાગરિકો સાથે જોડાયેલા બહુવિધ મોબાઇલ ઉપકરણો સાથે ચેડા કરવા અને તેમાંથી માહિતી મેળવવા માટે પાકિસ્તાની એજન્સી દ્વારા ઉપયોગ કરવાથી ભારતીય IT અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણી અને તેના દ્વારા થયેલા નુકસાનને લગતી વધુ વિગતોનું MI અને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા સંયુક્ત રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. એટીએસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેમના માટે 14 દિવસના  રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જો કે કોર્ટ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.