સુરત: નવેમ્બર મહિનમા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ માટે રાજસ્થાનમાં પ્રચાર શરુ થઈ ગયો છે. જોકે, રાજસ્થાન ચૂંટણીના પ્રચારના પડઘમ સુરતમાં ફમ શરૂ થયા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ભાજપના 2 ઉમેદવારોએ સુરત જિલ્લામાં સભા ગજવી હતી. રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી આયોગ દ્વારા રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી પ્રચારો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલ તેમજ શહાડા વિધાનસભાના ઉમેદવારો ઉદયલાલ હડાના તેમજ લાડુલાલ પિતલ્યા આજરોજ પ્રચાર અર્થે સુરત ખાતે આવ્યા હતા અને સુરત જિલ્લાના બરડોલી તેમજ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં સભાઓ ગજવી હતી.
મહત્વનું છે કે સુરત જિલ્લા અને શહેર વિસ્તારમાં રાજસ્થાની સમાજના હજારો લોકો વસવાટ કરે છે. બંને ઉમેદવારોએ રાજસ્થાની સમાજના લોકો પાસે ઉમેદવારને જોઈને નહિ પરંતુ કમળના નિશાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ મત આપવા માટે અપીલ કરી હતી. રાજસ્થાનમાં છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસની સરકાર સત્તામાં છે ત્યારે બંને ઉમેદવારોએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ સરકારે છેલ્લા 5 વર્ષમાં માત્ર રાજ્યમાં માત્ર ભ્રષ્ટાચાર કરયા ના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ડેડીયાપાડા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને આપના ધારસભ્ય ચૈતર વસાવા એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવા જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશે બોલતા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તેમને ટોકયા હતા. મનસુખ વસાવાએ વચ્ચે ટોકતા કહ્યું કે, આજના વિષય પર વાત કરો વિષયથી ભટકશો નહિ.
ચૈતર વસાવાએ કહ્યું કે, સમગ્ર દેશમાં નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો છે. નર્મદા જિલ્લામાં 12,333 જેટલા બાળકો કુપોષિત છે. સાગબારામાં 54 શાળામાં એક જ શિક્ષક છે જ્યારે ડેડીયાપાડામાં 27 શાળામાં એક જ શિક્ષક છે. વ્યારા,દાહોદ અને લુણાવાડાની સિવિલ હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દેવાની મુહિમ ચાલી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મોદી સરકારે અદાણી,અંબાણી અને લલિત મોદીના 25 લાખ કરોડનું દેવું માફ કર્યું ત્યારે સાંસદ મનસુખ વસાવાએ વચ્ચે ટોકયા અને કહ્યું કે આજના વિષય પર વાત કરો. જો કે, આ તમામ બાબતનો જવાબ સાંસદે પોતાના ભાષણમાં આપ્યો હતો.