મહેસાણા: ઉતર ગુજરાત વીજ કપનીના  પ્રીમોન્સુન  કામગીરીની પોલ ખુલી છે.યાત્રાધામ બહુચરાજી પાસેના મુખ્ય હાઇવે પર  છેલ્લા એક વર્ષથી 8 કિમી લાંબી વીજ લાઈન પર ઠેર ઠેર  લીલી વેલ ચડી છે. એબીપી અસ્મિતાના કેમેરા જોતા વીજ કપનીના અધિકારીઓ ઉભી પૂછડીએ ભાગ્યા હતા. ઉતર ગુજરાત વીજ કપની પ્રીમોન્સુન કામગીરીના દાવા તો કરે છે પણ આ કામગીરી માત્ર કાગળ પર થતી હોઈ તેવું લાગે છે. કારણ કે, મહેસાણાના યાત્રાધામ  બહુચરાજીથી હારીજ તરફ જતા હાઇવે પર ૧૨ કિમી સુધી લગાતાર વીજ લાઈનના થાંભલા પર લીલી વેલ છેલ્લા એક વર્ષથી છેડેલ છે.


બહુચરાજી પાસેના  જે દર્શ્યો સામે આવ્યા છે તેમા મુખ્ય રોડ પર આખો થાંભલો લીલી વેલથી વીંટાયલો જોવા મળ્યો છે. જેના કારણે આ વીજ થાંભલો છે કે  કોઈ વેલનું વૃક્ષ તે કેહેવું મુસ્શ્કેલ છે. આમ ઉતર ગુજરાત વીજ કપનીની ગંભીર લાપરવાહી સામે આવી છે.


મહેસાણા જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર આ રીતે વીજ લાઈનો અને તેના થાંભલા લીલા વૃક્ષો અને લીલી વેલથી વીંટાયલા જોવા મળે છે પણ વીજ કંપનીના અધિકારી કામ કરવાને બદલે ભાગી રહ્યા છે. જોકે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ વિજ વાયરોના સમાચાર બનાવતા હતા ત્યારે જ ત્યાંથી બહુચરાજી વિજ વિભાગના અધિકારીની એક ગાડી અહીથી પસાર થઈ હતી  તેમને અમે આ મુદ્દે પૂછવામાં આવ્યું તો  સાહેબ ઉભી પુછડીએ ભાગ્યા હતા.


જોકે સવાલ એ થાય છે ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રિમોન્સૂન કામગીરીના દાવા તો કરે છે પરંતુ કામગીરી થતી નથી તે એક હકીકત છે. જેના કારણે મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર આ રીતે વીજ વાયરો ઉપર લીલીવેલ ચડેલી જોવા મળે છે. જોકે આજ લીલી વેલના કારણે ક્યારેક ગંભીર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની તાત્કાલિક આવી વેલો હટાવે તે જરૂરી છે.


લગ્ન નોંધણી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય


લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જોડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધતા કેસ અટકાવવા ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન નોંધણી સમયે દંપતીએ માન્યતા પ્રાપ્ત ડોકટરનું થેલેસેમિયા અંગેનું સર્ટિ જોડવું પડશે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.


નોંધનીય છે કે, લગ્ન કરતા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયાનો રોગ હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી 25 ટકા શક્યતા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી 50 ટકા શક્યતા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે. આ કારણે જ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે લગ્ન નોંધણી વખતે થેલેસેમિયાનું સર્ટિ જોડવું.