પોરબંદર દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું, વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2019 11:58 AM (IST)
બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
પોરબંદરઃ લક્ષદ્વીપ અને અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ ભેગી થઈ હોવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 60થી 80 કીમીની ઝડપે દરિયામાં પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે પોરબંદરના દરિયા કિનારે 1 નંબરના સિગ્નલની જગ્યાએ 2 નંબરનુ઼ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. છેલ્લા બે દિવસથી માળિયાનાં પાણીધ્રા, ગાંગેચા, અવાણીયા, વીરડી, માતરવાણીયા, અમરાપુર સહિતનાં ગામોમાં બેથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે અને ખેતરો તેમજ રવિપાકનું ધોવાણ થયું છે. જેથી સર્વે કરી વળતર ચુકવવાની માંગ ખેડુતો કરી રહ્યાં છે.