બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાવવાની માગ સાથે NSUIના કોલેજ બંધ કરવાના કાર્યક્રમને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. NSUIએ રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન આપ્યુ છે. જેના પગલે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં NSUI અને યુથ કૉંગ્રેસે કોલેજો બંધ કરાવાનો પ્રયાસ કર્યો છે.
ઠંડીમાં સતત ત્રીજા દિવસે પણ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. 18 ડિગ્રી તાપમાનમાં ઉમેદવારોને સ્વાર્ણિમ પાર્કમાં જ્યાં જગ્યા મળી ત્યાં સૂતેલા જોવા મળ્યા હતા. ઉમેદવારોની સાથે હોવાના દાવા મારતા વિપક્ષના એકપણ નેતા મોડી રાત્રે જોવા ન મળ્યા. ગઈકાલે ગેરરીતિ મામલે નિમાયેલી સીટની પ્રથમ બેઠક મળી હતી.
રાજય સરકાર તરફથી સીટને ગેરરીતિ મામલે દસ દિવસમાં રિપોર્ટ આપવા માટે આદેશ કરવામા આવ્યો છે. બેઠકમાં હાજર રહેલા યુવરાજસિંહે કહ્યું કે, તેઓનું ફોકસ જે સોશયલ મીડિયામાં પેપર લીક થયું હતું તેની તપાસ કરવા પર જ છે. સાથે તેમણે કહ્યું કે, તેમનું આંદોલન હજી પૂર્ણ થયું નથી.