નર્મદા: ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રસિદ્ધી હવે દિવસો દિવસ વધી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ રાખી દીધી છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા દૈનિક સરેરાશ 74 ટકા વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને નિહાળવા માટે દૈનિક સરેરાશ 10 હજાર પ્રવાસીઓ આવે છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સરેરાશ 15 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો થયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક,કેકટસ ગાર્ડન,વિશ્વ વન,બટરફ્લાય ગાર્ડન,એકતા મોલ,એક્તા ઓડીટોરીયમ,બોટીંગ ફેસીલીટી,ડાયનાસોર પાર્ક જેવા નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવેલ છે.