Cyclone Effect:બિપરજોય વાવાઝોડું પસાર થયા ગયુ હજુ પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. જેના કારણે રાજ્યમાં હજુ પણ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની રહી છે.બિપરજોય વાવાઝોડા રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયું હોવા છતાં પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. આજે ભારે પવનના કારણે દાહોદમાં વૃક્ષ ધારાશાયી થતાં પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી ઘાયલ થયા છે.


પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી અને અકાઉન્ટન્ટ મહિલા ર એક્ટિવા પર ઓફિસ  જઇ રહ્યાં હતા ત્યારે વૃક્ષ ધરાશાયી થતાં તેમને બંને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને મહિલાને 108માં તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા.આ   સમગ્ર ઘટના છાપરી ગામે હાઇવે પર બની  હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.


 



રોડ પર જતાં એક્ટિવા ચાલક પર થયું તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું, જુઓ વીડિયો


બિપરજોઇ વાવાઝોડુ ગઇકાલ મોડી સાંજે કચ્છ દરિયાકાઠે ટકરાયું હતુ. બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, જામનગર, દ્રારકામાં જોવા મળી રહી છે. જામનગરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં એક્ટિવા ચાલકને ઇજા પહોંચી હતી.


વાવાઝોડાના કારણે જામનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અહીં  જામનગર શહેરમાં એક્ટિવા ચાલક પર ઝાડ તૂટી પડતાં  ઇજા પહોંચી હતી.શહેરના પવનચક્કી પાસે  ઝાડ ધરાશાયી થયું હતું. જો કે સ્થાનિક લોકો તાબડતોબ મદદ પહોંચી જતાં ઇજાગ્રસ્ત યુવકે ઝાડમાંથી બહાર કાઢીને મદદ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.


જામનગરમાં મકાનની છત તૂટી પડી


ગઇકાલે સાંજે બિપરજોય વાવાઝોડ કચ્છમાં લેન્ડફોલ થયું હતું જેની સૌથી વધુ અસર કચ્છ, જામનગર અને દ્રારકાના દરિયાકાંઠાને વિસ્તારમાં થઇ છે. પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. જામનગરના સેતાવાડ ગામમાં મકાનની છત  અચાનક ધરાશાયી થતાં પરિવારના 5 લોકો ફસાઇ ગયા હતા. જો કે ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને પાંચેય લોકોને સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. 


 સુરતમાં નશો કરેલા ડ્રાઇવરે સીટી બસને પલટી ખવડાવી, લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક


સુરતમાં એક ડ્રાઈવરે બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, ખરેખરમાં આ ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાતો સામે આવી છે. માહિતી એવી છે કે, સુરતમાં સુરતના સરોલી ઓલપાડ રૉડ પર એક બસ ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો છે. અહીં સુરતથી ઓલપાડ જતી બસે પલટી ખાધી છે. આ બસ સીટી બસ હતી અને જ્યારે આ બસ નીકળી તે પહેલા તેને ફૉર વ્હીલર અને ટૂ વ્હીલરને ટક્કર મારી હતી, બાદમાં તે ભાગી છૂટવાનો પ્રયાસ કરતો દેખાયો હતો, જોકે, બાદમાં લોકોએ તેનો પીછો કર્યો તો તેની બસ પલટી મારી ગઇ હતી. જ્યારે બસ પલટી મારી ગઇ ત્યારે લોકો આ સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પકડ્યા હતા, અને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવર ખુદ નશાની સ્થિતિમાં હતો અને બસ ચલાવી રહ્યો હતો, જોકે, સદનસીબે જે સમયે બસે પલટી ખાદી તે સમયે બસમાં કોઈ મુસાફર સવાર ન હતો.