વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ કંઇ ન શીખ્યા! શાળાના પ્રિવેકેશન કેમ્પમાં ગંભીર બેદરકારી, જુઓ વીડિયો

વડોદરાના હરણી લેકની બોટ દુર્ઘટનાના આંસુ હજુ સૂકાય નથી ત્યાં પ્રિવેકેશન કેમ્પમાં લાપરવાહીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે દર્શાવે છે કે, આપણે દુર્ઘટનામાંથી પણ કંઇ શીખતા નથી

Continues below advertisement

સાબરકાંઠા:વડોદરાના  હરણી લેકની બોટ દુર્ઘટનાના  આંસુ હજુ સૂકાય નથી ત્યાં પ્રિવેકેશન કેમ્પમાં લાપરવાહીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે દર્શાવે છે કે, આપણે દુર્ઘટનામાંથી પણ કંઇ શીખતા નથી.

Continues below advertisement

વડોદરાના હરણી લેકમાં લાપરવાહીએ 14 લોકોનો ભોગ લીધો. જો કે આટલી જિંદગી બેદરકારીની ભેટ ચઢી ગઇ હોવા છતાં પણ પ્રવાસ દરમિયાન લાપરવાહીના દ્રશ્યો હજુ પણ જોવા મળે છે. આવો જ એક ચોકાવનારો  વીડિયો સાબરકાંઠો સામે આવ્યો છે. અહીં પ્રાથમિક શાળાના બાળકોને આઇશર માલવાહક ટેમ્પોમાં ભરીને ચોરવાડ પ્રિવેકેશન કેમ્પ માટે લઇ જવાનું આયોજન કરાયું. ખુલ્લા માલવાહનમાં પ્રવાસ કરતા બાળકોનો વીડિયોમાં વાયરલ થયો છે. બે આઇશર ટેમ્પોમાં બાળકોને બેસાડી લઈ જવાતા હોવાનો વીડિયો સામે  આવ્યો છે.ઇડરના કડિયાદરા પાસે હાઇવે રોડ પરનો  વીડિયો છે.અહીં બે આઇશર ટ્રકમાં બાળકોના જીવના જોખમે બેસાડયા હતા.  વડાલી શાળા નંબર 2 ના બાળકો પ્રી વેકેશન કેમ્પ માટે ચોરીવાડ શાળામાં માં લઈ જવાયા હતા. જો કે આ રીતે માલવાહનમાં જીવના જોખમે બાળકોને પ્રવાસ કરવાતા શાળા સંચાલકો સામે સવાલ થવા સ્વાભાવિક છે. આવી શાળા સંચાલકોની બેદકારી જ દુર્ઘટનાને નોતરે છે. વડોદરાની દુર્ઘટના બાદ પણ પ્રવાસનું આયોજન કરતી શાળાઓ સેફ્ટી મુદ્દે કેમ ગંભીર નથી બની તે એક વેધક સવાલ છે. 

વિદ્યાર્થીઓ ક્લાસરૂમાં, શિક્ષકો મેદાનમાં! ક્રિકેટ ટૂર્નામેન્ટ આ કારણે બની વિવાદનું કારણ

વલસાડ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદનું કારણ બની છે. શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે વિદ્યાર્થીના અભ્યાસનું કાર્ય ઠપ્પ થઇ જતાં સમગ્ર વિવાદ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યાં છે. નોંધનિય છે કે,. ચાલુ શાળાએ જિલ્લાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું અને વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકોની રાહ જોઇને બેસી રહ્યાં. આ ઘટનાને લઇને પ્રદેશ કોંગ્રેસ પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, જિલ્લા પંચાયત સંચાલિત છ તાલુકાઓની શિક્ષક-શિક્ષિકાઓની  ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં 6 તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો.  વિવાદ શિક્ષિકોની ટૂર્નામેન્ટના કારણે નહિ  પરંતુ જે શિક્ષિકોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો તે તમામ શિક્ષકો ઓન ડ્યુટી હતા અને શાળાના સમય દરમિયાન ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન રમતા જોવા મળ્યા જેના કારણે શાળામાં વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું અને વિદ્યાર્થીઓ કલાસરૂમમાં શિક્ષકોની રાહ જોઇને બેસી રહ્યાં. આ મુદ્દાના કારણે શિક્ષકોની ટૂર્નામેન્ટ વિવાદમાં ફસાઇ છે.

         

Continues below advertisement
Sponsored Links by Taboola