પોરબંદર:  શહેરની મધ્યે આવેલ જૂની કોર્ટ કમ્પાઉન્ડ ખાતે આજે અચાનક બદામનું વૃક્ષ ધરાસાયી થતા 65 વર્ષના એક વૃદ્ધાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.


પોરબંદર શહેરના સુદામા ચોક નજીક રાજાશાહી વખતની એક બિલ્ડીંગ આવેલ છે. આ બિલ્ડીંગ જૂની કોર્ટ તરીખે જાણીતી છે. હાલ આ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં નોટરી સહિતના વિવિધ સરકારી કામો થાય છે. જેને કારણે અહીં લોકોનો ઘસારો જોવા મળે છે. ત્યારે આજ રોજ આ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં આવેલ બદામનું મોટું વૃક્ષ અચાનક ધરાસાયી થયું હતું. 


વૃક્ષ ધરાસાઈ થતા ટેબલ,ખુરશી ,વાહનો દટાયા હતા. આ ઉપરાંત પોરબંદર નજીકના ગોસા ગામે રહેતા 65 વર્ષના હિરીબેન ખૂંટી પણ કામ અર્થે અહીં આવ્યા હતા. હિરીબેન ખૂંટી પણ વૃક્ષ નીચે દબાતા તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષ કટિંગની કામગીરી શરૂ કરી વૃક્ષ નીચે દટાયેલ વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર, મામલતદાર, પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.


અમદાવાદમાં આજે સાંજે પડશે વરસાદ


 હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે, આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી રહેશે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્કુલેશન બનવાની સંભાવના છે.  દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્કુલેશન બનશે, જે 7 જૂન આસપાસ લો પ્રેશર બની શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.


ચોમાસા અંગે શું કહ્યું હવામાન વિભાગે

હવામાન વિભાગે ચોમાસા અંગે કહ્યું, ચોમાસું હાલ આગળ વધી રહ્યું છે. ચોમાસું લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે. જલ્દી જ કેરળ પહોંચી જશે, જે બાદ મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાત ચોમાસું પહોંચશે.


ગુજરાતમાં તોળાઇ રહેલા વાવાઝોડાના ખતરા વિશે અંબાલાલે શું કરી આગાહી