રાજકોટ: રાજ્યમાં રખડાતો ઢોરનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. હાઈકોર્ટની ફટકાર બાદ પણ આ સમસ્યા ઠેરની ઠેર જ છે. જેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લામાં. રાજકોટ જિલ્લાના જસદણના ડોડીયાળામાં આખલાનો આતંક સામે આવ્યો છે. 


 






ડોડીયાળામાં આખલાએ એક વૃદ્ધાને હડફેટે લેતા તેઓ મોતને ભેટ્યા હતા. ડોડીયાળામાં આખલાઓના કહેરથી અફરાતફરી મચી હતી. આ અફરાતફરીના વીડિયો CCTV માં કેદ થયો છે. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈને આખલાને દોરડાથી બાંધ્યો હતો. મૃતક વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લોકોમાં તંત્રની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યા છે. હવે તંત્ર ક્યારે આખલાઓ પકડશે તે જોવું રહ્યુ. કારણ કે, રાજ્યમાં આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે રખડતા ઢોરને કારણે કોઈએ જીવ ગુમાવ્યો હોય. આ પહેલા પણ અનેક લોકો રખડતા ઢોરનો ભોગ બની ચૂક્યા છે. 


રાજ્યમાં છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.

કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અશોકુમાર 4 સપ્ટેમ્બરે રાતપાણીની નોકરી પૂર્ણ કરી 25 સપ્ટેમ્બરે સવારે ઘરે આવ્યો અને બપોરના જમીને સૂઈ ગયો હતો.  પત્નીએ રાહુલને જગાડતાં જાગ્યો ન હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.  જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં અશોકકુમારનું હૃદય હુમલાનો કારણે મોત થયું હોવાની શક્યતા ડોક્ટરે વ્યક્ત કરી છે.  પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.




અમદાવાદના યુવકને બસમાં આવ્યો હાર્ટએટેક


અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા.