અમરેલી: નાગધ્રા ગામના પરિવારની સગીરા સાથે વ્યાજખોરે સેક્સ માણીને તેનો વીડિયો ઉતાર્યો હતો. એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે સગીરાની માતાને પણ પોતાની સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી. વ્યાજખોરે સગીરાની ત્રણ સ્થળે સગાઈ કરીને ત્યાંથી પણ પૈસા પડાવતાં પોલીસ ફરિયાદ થઈ છે.

ગામના દલિત પરિવારને નાણાંની જરૂર પડતાં સુરા શાર્દૂલ ભરવાડ પાસેથી રૂપિયા 50 હજાર વ્યાજે લીધા હતા. તેનો લાભ લઈને સુરાએ સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો ઉતારી લીધો હતો. એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરાની માતાને પણ પોતાની સાથે સેક્સ માણવા મજબૂર કરી હતી.

આ અંગે દલિત મહિલાએ સુરા ભરવાડ ઉપરાંત દલસુખ ભગત અને ગીજુબેન ભરવાડ અને કાજલ નામની યુવતી સામે ચલાલા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેને ગર્ભાશયનુ ઓપરેશન કરાવવુ હોય નાણાની જરૂર પડતા તેના પતિએ સુરા ભરવાડ પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતા.



આ રકમ ચૂકવવા માટે સુરા ભરવાડે તેના આખા પરિવાર પાસે સતત મજૂરી કરાવી હતી. વાડી ભાગવી વાવવા આપી ત્યાં જ રહેવા મજબૂર કર્યા હતા. આ દરમિયાન સુરા ભરવાડે તેની સગીર પુત્રી સાથે સેક્સ માણતો હોય તેવો વિડીયો બનાવી લીધો હતો.

આ વિડીયો દલિત મહિલાને બતાવી તે વાયરલ કરી દેવાની ધમકી આપી તેને પણ પોતાની હવસ સંતોષવા મજબૂર કરી હતી. આ રીતે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સુરા ભરવાડે ત્રણ વખત તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. સુરા ભરવાડે તેમની સગીર પુત્રીની જુદીજુદી ત્રણ જગ્યાએ ખોટી ઓળખ આપી સગાઇ કરાવી હતી.



કાજલ અને ગીજુબેન તથા દલસુખની મદદથી આ સુરા ભરવાડે સાવરકુંડલા, જામ ખંભાળીયા સહિત જુદાજુદા ત્રણ લગ્નવાંચ્છુક યુવાન સાથે તેની સગાઇ કરાવી હતી અને તે નિમીતે તેની પાસેથી સોના ચાંદીના ઘરેણા વિગેરે વસ્તુઓ પડાવી હતી. પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી તે દુષ્કર્મ આચરતો હતો.



આ દલિત દંપતિની સગીર પુત્રીએ થોડા દિવસ પહેલા સગા માતા પિતા સામે જ પોતાને નાણા માટે જુદાજુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે આજે દંપતિએ દોડી જઇ સાચી હકિકત જણાવતા પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.