પંચમહાલ: ઓનલાઈન રમી જુગાર અને મોબાઈલ ગેમને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. આ લતમાં યુવાનો એટલા બધા ખોવાઈ જાય છે કે ઘણીવાર હિંસા પર ઉતરી આવે છે અને ઘરના સભ્યો પર હુમલો પણ કરી બેસે છે. એવા ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે જેમાં યુવાનોએ ગેમની લતમાં પોતાના જ માતાપિતા પર જીવલેણ હુમલો કર્યો હોય. આ ઉપરાંત ઘણા કિસ્સામાં યુવાનોએ આવી રમતમાં લાખો રૂપિયા પણ ગુમાવ્યા હોય.


આવી ઘટમા સામે આવી છે કાલોલ ખાતે. અહીં ઓનલાઈન રમી જુગારમાં 3 લાખ હારી જતા યુવકે આત્મહત્યા કરી લીધી છે. કાલોલ તાલુકાના બાકરોલ રેલવે કોલોની પાસે આ ઘટના બની છે. યુવકે આત્મહત્યા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાઁ આવ્યો છે. ઓનલાઈન ગેમમાં 3 લાખ રૂપિયા હારી ગયાનો ઉલ્લેખ કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવકે બારીની ગ્રીલ સાથે દોરડુ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ગોધરા રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત


સુરતમાંવાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. બારી પાસે ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત થયું છે. શહેરના અમરોલી વિસ્તારમાં ફોનનું નેટવર્ક ન આવતા બારી પાસે  બાળકી રમતી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટના બની ત્યારે બાળકીના પિતા મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા. ગમછો કોઈક રીતે ગળે વિંટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો.  બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો.


અમરોલી કોસાડ આવાસ ખાતે બારી પાસે બેઠેલી 5 વર્ષની બાળાના ગળામાં રહસ્યમય સંજોગમાં સુકવવા માટે ગમછાથી ટુંપો લાગી જતાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે, મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલ કોસાડ આવાસ ખાતે રહેતા મનોજ કુમાર જૈના છુટક મજૂરી કરી પત્ની અને 5 વર્ષીય બાળકીનું ગુજરાન ચલાવે છે.


21 જુલાઈની રાત્રે મનોજકુમાર જૈના શાકભાજી લેવા નીચે ગયા હતા અને માતા રસોઈ બનાવતી હતી. તે સમયે દિકરી ઘરની બારી નજીક મોબાઈલ લઈને રમતી હતી. આ દરમિયાન કપડાં સુકાવવાની દોરી ઉપર ગમોછો સુકાવા મૂક્યો હતો. પગ લપસતાં ગમછો ગળાના ભાગે વીંટળાઈ જતાં ટૂંકપો લાગી ગયો હતો. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું નિધન થયું હતું. કે દોરી ઉપર સુકાઈ રહેલા ગમછાનો મોબાઈલ સાથે રમતી બાળકીને કેવી રીતે ટૂંપો લાગ્યો તે વાત ગળે ઉતરતી નથી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.