પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પ્રેમસંબંધમાં નાસીપાસ થઈ યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે મૃતદેહને હાલોલ હૉસ્પિટલ કાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.


તીસ્તા સેતલવાડને હાઈકોર્ટે આપ્યો ઝટકો, તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ


 ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું.



નિર્દોષને ફસાવવાનો આરોપ
ગયા વર્ષે 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તાની ધરપકડ કરી હતી. તિસ્તા પર 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવાનો અને આ માટે પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ છે. અમદાવાદ બ્યુરો દ્વારા તેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ 2 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.


ગયા વર્ષે શા માટે તીસ્તાની ધરપકડ કરવામાં આવી હતી?
ગયા વર્ષે, ગુજરાત રમખાણો સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. અહેસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ માટે તીસ્તા સેતલવાડ જવાબદાર છે કારણ કે તેણીએ પોતાના ફાયદા માટે ઝાકિયાનો વારંવાર ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો હતો.


સુપ્રીમ કોર્ટે કહ્યું, તિસ્તાએ આવું એટલા માટે કર્યું જેથી તે આ કેસને લાંબા સમય સુધી જીવિત રાખી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આવા લોકોને કાયદાના દાયરામાં લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બીજા દિવસે જ તીસ્તાની મુંબઈથી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial