સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે નર્મદા કેનાલમાં એક યુવાને મોતની છલાંગ લગાવી છે. જોકે, કેનાલમાં પડ્યાંનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યુ નથી. ધ્રાંગધ્રા નગરપાલિકા ફાયર ટિમ જગ્યા સ્થળે હાજર છે, પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકામાં કોઈ તરવૈયાઓ ન હોવાથી સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી.
ભરવાડ જ્ઞાતિનો યુવાન કેનાલમાં ખાબક્યો છે. ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારમાં 2 દિવસમાં નર્મદા કેનાલમાં 3 યુવાનના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિક નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં બોડીની શોધખોળ કરી શકે એવા કોઈ ફાયર તરવૈયાનો આભાવ છે. ગ્રામજનો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાની ટીમ ઉપર આક્રોશ જોવા મળ્યો હતો.
ધ્રાંગધ્રા નગરપાલિકા પાસે કોઈ તરવૈયા ન હોવાથી જગ્યા સ્થળે જઈને શોભાના ગાંઠીયાની જેમ ઉભા રહ્યા હતા.
Surendranagar : યુવકે નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, તંત્ર પાસે તરવૈયા ન હોય બન્યા મૂક પ્રેક્ષક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 03:14 PM (IST)
ભરવાડ જ્ઞાતિનો યુવાન કેનાલમાં ખાબક્યો છે. ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારમાં 2 દિવસમાં નર્મદા કેનાલમાં 3 યુવાનના ડૂબી જવાથી મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -