એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2020 10:51 AM (IST)
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપાઇ છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે
ફાઇલ તસવીર
અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના નવા હોદ્દેદારો નિમ્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપાઇ છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નીકીતા રાવલને પ્રદેશ પ્રવક્તા બનાવવામા આવ્યાં છે. ‘આપ’ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પણ નિમણૂક કરાઈ છે. આપ દ્વારા કોની કોની નિમણૂક કરાઈ તેની વિગતો નીચે પ્રમાણે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી અને ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ગુજરાત પ્રદેશ સંગઠનની સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, આપ આગામી મહિનાઓમાં આવનારી ગુજરાતની મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. નવા હોદ્દેદારો સાથે આગામી દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજી ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત લેશે.