ભાજપ નેતા અલ્પેશ ઠાકોરના ગઢ મોટું ભંગાણ પડ્યું છે. રાધનપુરના બાદલપુરા ગામે 500 જેટલા કાર્યકરો કૉંગ્રેસમાં જોડાતા ભાજપમાં સન્નાટો છવાયો છે. કૉંગ્રેસમાં જોડાનાર કાર્યકરોમાં ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ ઠાકોર અને અન્ય આગેવાનો પણ સમાવેશ થાય છે.


કૉંગ્રેસમાં જોડાતા સમયે કચ્છ-વાગડ ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ ઠાકોરે આરોપ લગાવ્યા કે, ભાજપમાં 25 વર્ષ સુધી રહેવા છતાં પાર્ટીએ સમાજને કંઈ આપ્યુ નથી.

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વરાણા ખોડિયાર મંદિરનો મેળો બંધ રાખતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ વડાપ્રધાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, અમેરિકાના ટ્રમ્પને લાવી નમસ્તે ટ્રમ્પ કરાવ્યું હતું ત્યારે ભારત દેશમાં કોરોના આવ્યો. કોરોના ગયો નથી ત્યાં સી.આર. પાટીલ પ્રમુખ બન્યા અને બીજા દિવસે રોડ પર ઉતર્યા અને ગરબા ગાયા.

તેમણે કહ્યું કે, ભાજપે આ સમયે આસ્થાના મંદિરો ને તાળાં માર્યા છે. વરાણાનું ખોડિયાર મંદિર બંદ રાખ્યું છે અને ચૂંટણીઓ જાહેર કરી. ભગવાન માતાજીના મંદિરોને તાળા માર્યા એક સમય એવો આવશે તેમના ધર્મની વાતો કરવા વાળા ને તાળાં વાગશે તેમ મને ચોક્કસ વિશ્વાસ છે.

તો આ બાજુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર કાર્યકરો સામે પગલા લેવા ભાજપ પક્ષ એક્શનમાં આવ્યો છે. ગઈકાલે પાટણ, બનાસકાંઠા અને ખેડામાં અનેક કાર્યકરો અને આગેવાનોને સસ્પેંડ કર્યા હતા. પાટણ પાલિકાના 7 અને સિદ્ધપુર પાલિકાના 6 કાર્યકર્તાને છ વર્ષ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે.

તો બનાસકાંઠાના ડીસામાં પૂર્વ કોર્પોરેટર સહિત બાર કાર્યકર્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છ વર્ષ માટે પ્રાથમિક સભ્ય તેમજ તમામ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ખેડા જિલ્લા ભાજપે 15 ભાજપના કાર્યકરોને સસ્પેંડ કર્યા છે.