ACB News: લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં એસીબીએ 24 કલાકમાં બીજો કેસ નોંધ્યો છે.
ખાણ ખનીજ ખાતાના વર્ગ 3ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દીપકકુમાર સોહનલાલ સાંવરિયા અને લાંચ સ્વીકારનાર વી આર હોટેલના મેનેજર કામિયાબઅલી માસુમઅલી સેલિયા 60,000 ની લાંચ લેતા ઝડપાયા હતા.
નર્મદા ખાણ ખનીજના અધિકારીએ રોયલ્ટી વગરની ગાડીઓ જવા દેવા બાબતે 1 લાખ લાંચની માંગ કરી હતી. જેમાં 60,000 સ્વીકારતા રંગે હાથે નર્મદા એસીબીએ ઝડપી પાડ્યા હતા. ટ્રકને ખનીજ ગોડાઉનમાં નહીં મુકવા માટે લાંચની માંગણી કરી હતી. પેહલા 60,000 હજાર અને પંદર દિવસ પછી 40,000 ની માંગણી કરી હતી. જે પૈકી પહેલો હપ્તો 60,000 લેવા જતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
ફરીયાદી :- એક જાગૃત નાગરીક.
આરોપી નં.:- (૧) દીપકકુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ (કરાર આધારીત) ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, કલેકટર કચેરી, રાજપીપલા નર્મદા રહે.બી-૧૪ પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ, વડોદરા ૩૯૦૦૦૧
આરોપી નં.:- (૨) કામીયાબઅલી માસુમઅલી સેલીયા, (પ્રજાજન) વી.આર.હોટલ મેનેજર હાલ
રહે.વી.આર. હોટલ વાવડી ગામ હાઈવે તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.વાઘરોલ
તા.સિધ્ધપુર જી.પાટણ
લાંચની માંગણીની રકમ :- રૂા.૬૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલી રકમ :- રૂા.૬૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૬૦,૦૦૦/-
ગુનાની તારીખ :- તા.૨૬/૦૪/ર૦ર૪
આ કામના ફરીયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતા હતા. રોયલ્ટી ઈન્સ્પેકટર દીપકકુમાર સોહનલાલ સાંવરિયાએ ખાણ ખનીજ વિભાગ નર્મદાના ઓના જીઓ માઈન એપ્લીકેશન આધારે ફરીયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી જણાવેલ કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ જે ટ્રકને મે ખનીજના ગોડાઉનમાં મુકીશ તો તને અઢી થી પોણા ત્રણ લાખના દંડ આવશે, જેથી તારે દંડ ભરવો છે ? કે મને રૂ।.૧,૦૦,૦૦૦- આપવા છે ? તેમ જણાવી તેવી વાત ફરીયાદીને રૂબરૂમાં કરતા ફરીયાદીએ જણાવેલ કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મે તમને રૂ।.૬૦,૦૦૦/- ગમે તેમ કરી આપીશ, અને બીજા રૂ।.૪૦,૦૦૦/- પંદર દિવસ પછી કરી આપીશ તેવી વાત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ્ટી ઈન્સ્પેક્ટર વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વી.આર. હોટલમાં આપી દેવા જણાવતા હોટલ મેનેજર કામીયાબઅલી સેલીયાએ દીપરકુમાર સાંવરીયાના કહેવાથી લાંચની રકમ રૂ।.૬૦,૦૦૦- સ્વીકારતા એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી પકડાયા હતા.
ટ્રેપીંગ અધિકારી :-
ડી.ડી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર.
નર્મદા એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ.
સુપરવીઝન અધિકારી :-
પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.