કચ્છ: રાપરના પલાસવા નજીક બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Oct 2020 06:51 PM (IST)
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
રાપર : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પલાસવાથી સામખિયાળી તરફ આવતી બસની સામે જીપ ધડાકાભેર અથડાઈ હતી. જીપમાં સવાર 3 લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા રાધનપુર સારવાર માટે ખસેડાયા હતા. પલાસવાથી ગાગોદર જતા રોડ પર એસ્સાર પંપ નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાગોદરથી સામખિયાળી તરફ આવતી એસટી બસની સામે જીપ અથડાઈ હતી. જીપ ધડાકાભેર એસટી બસ સાથે અથડાતા જીપમાં સવાર ત્રણ મુસાફરોના મોત થયા હતા. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળેથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતને કારણે બીજી સાઈડનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો.