દિવાળીના તહેવારમાં ફરી એક વખત વાદળછાયુ વાતાવરણ છવાશે. 19થી 20 નવેમ્બરના ઠંડીના ચમકારા વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નવેમ્બર મહિનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારે તથા મોડી રાતે ઠંડીનો હળવો ચમકારો થઈ રહ્યો છે. આ વર્ષે દેશમાં શિયાળો ભારે આકરો રહેશે તેમ ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે.
ભારતમાં અંદાજે પાંચ મહિના સુધી સક્રિય રહેતા નૈઋત્ય ચોમાસાએ છેવટે સમગ્ર દેશમાં વિદાય લઇ લીધી છે. સરેરાશ કરતા સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે.