ખેડા: ગળતેશ્વરના અંબાવ નજીક કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 4 ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2019 04:44 PM (IST)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
નડીયાદ: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે. અકસ્માતને કારણે ડાકોર-સેવાલિયા રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. હજી સુધી મૃતકોની ઓળખ થઇ નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતકોના નામ - ઘનશ્યામભાઈ ( કોઠારી) સ્વામિનારાયણ મન્દિર , ગોધરા - રસિકભાઈ ચંદુભાઈ ( ટ્રસ્ટી- સ્વામિનારાયણ મંદિર , ગોધરા - હરીન વિઠ્ઠલભાઈ ભગત,ગોધરા -સુરેશભાઈ પટેલ ,ગોધરા