ભૂજ: નખત્રાણાના ટોડીયા નજીક બોલેરો અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટેલર એક બીજાની સામ સામે અચાનક આવી જતા જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.

ટોડીયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે મહિલા અને બે પુરૂષના આ દુર્ઘટનામાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.