રાજ્ય સરકાર 16 ઓક્ટોબરથી ટેકાના ભાવે બાજરી, ડાંગર અને મકાઈ ખરીદશે
abpasmita.in | 03 Oct 2019 08:29 PM (IST)
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 16 ઓક્ટોબરથી બાજરી, ડાંગર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ગાંધીનગર: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે વિસ્તતૃ ચર્ચા કરવામાં આવી હતી. મગફળીની ખરીદીના ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે 16 ઓક્ટોબરથી બાજરી, ડાંગર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. બાજરી બે હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવે ખરીદાશે. ડાંગર માટે 92 માર્કેટિંગ યાર્ડના સેન્ટર પરથી ખરીદી થશે. બાજરી માટે 57 માર્કેટિંગ યાર્ડના સેન્ટર પરથી ખરીદી થશે. 16 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી કરાવી રહ્યા છે. ત્રીજા દિવસે 2 લાખ 85 હજાર ખેડૂતોએ નોંધણી કરાવી છે.સૌથી વધુ રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ કહ્યું, મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રાજ્યના 124 માર્કેટિંગ યાર્ડના સેન્ટરો પરથી મગફળીની નોંધણી શરૂ થશે. લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે.