અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બેથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાઢલા નજીક રોડની સાઈડમાં પરિવાર ઉંઘતો હતો. ત્યારે જ રોડ પરથી પસાર થતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝુંપડામાં રહેતા આઠ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતા જ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હોટલ દત પાસે સર્જાયેલા આ અકસ્માત સર્જનાર ડ્રાઈવરનું નામ પ્રવિણભાઈ ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે. GJ18-H-9168 નંબરની ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવરની હાલ તો પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલના નજીક સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. ટ્વિટરના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખની સહાયની પણ જાહેરાત કરી છે. સાથે જ આખીય કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહવેલા મોકલવા અમરેલી કલેક્ટરને આદેશ કર્યા છે.