Accident News: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. પાલનપુર-અંબાજી હાઈવે પર અંધારીયા પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ ઘાયલ થયા છે.


કેવી રીતે સર્જાયો અકસ્માત


પીકઅપ ડાલાનું ટાયર ફાટતાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલુ દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ આવતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પીકઅપ ડાલામાં શ્રમિકો ખીચોખીચ ભર્યા હતા.


અમદાવાદના નારોલમાં આવેલા નીલકંઠ રેસીડેન્સીના ગેટની બહાર આઘેડ સિક્યોરીટી ગાર્ડ ખુરશી પર બેઠા હતા. ત્યારે રાત્રીના સમયે બેફામ રીતે કાર હંકારીને એક વ્યક્તિ ફ્લેટમાં આવ્યો હતો અને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતા આઘેડ સિક્યુરિટીગાર્ડ ઉપર ગાડીના ટાયર ફરી વળતા આઘેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લાંભામાં ઓમ શાંતિનગરમાં રહેતા અને નારોલમાં નીલકંઠ રેસિડેન્સીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડ શુક્રવારે રાત્રીના સમયે  નીલકંઠ રેસીડન્સીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે સોસાયટીના ગેટ પાસે  ખુરશીમાં બેઠા હતા. તે સમયે એક કાર ચાલક પૂરઝડપે કાર ચલાવીને ગેટમાં આવ્યો હતો અને ખુરશીમાં બેઠેલા કિશનભાઈને ટક્કર મારી હતી. જેથી આધેડ જમીન પર પટકાયા હતા. તે સમયે કાર ચાલકે બ્રેક મારી ન હતી અને જેથી કારના ટાયર આધેડ  ઉપર ફળી વળ્યા હોવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક  નીલકંઠ રેસિડન્સીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું બીજી તરફ અકસ્માત બાદ કાર ચાલક પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા અને અકસ્માત થયો હોવાની સમગ્ર જાણકારી આપી હતી. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી આપીને કાર ચાલક સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી  જો કે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં સમગ્ર અકસ્માતની ઘટના પણ કેદ થઈ હતી.


બનાસકાંઠા બેઠક પર બેન V/S બેનની ચૂંટણી નક્કી


બિહારની મનીષા રાની બની ‘ઝલક દિખલા જા 11’ની વિજેતા, જાણો કેટલી મળી પ્રાઈઝ મની