Surendranagar News:  વહેલી સવારે જ જીવલેણ અકસ્માતના દુઃખદ સમાચાર ધ્રાંગધ્રાથી મળ્યા છે.  ધ્રાંગધ્રાથી અમદાવાદ તરફ જતા હાઈવે પર કાર પલટી જતા ચાર લોકોના મોત થયા છે.. લગ્નના કાર્યક્રમમાંથી પરત ફરતી આ કારમાં દલવાડી સમાજના લોકો સવાર હતા. જેમના મૃત્યુ થયા છે તે પૈકીના બે મહિલા અને બે પુરુષો છે. અકસ્માતના સમાચાર મળતા જ ધ્રાંગધ્રા પોલીસ અને સ્થાનિક પ્રશાસન દુર્ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે દુર્ભાગ્યવશ ચાર લોકોને બચાવી શકાયા નથી.


ક્યાં બની ઘટના


સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા હરીપર પાસે અમદાવાદ કચ્છ હાઇવે ઉપર મોડી રાતે અકસ્માતની આ ઘટના બની હતી. ઇકો કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં 4 લોકો ના ઘટના સ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ નો આબાદ બચાવ થયો હતો.


મૃતકોના નામ



  • યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ

  • ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ

  • રાધાબેન નીલકંઠ ભાઇ જાદવ

  • ધનેશભાઈ બાબુભાઈ ચાવડા