Mishap:મોરબી વાંકાનેરમાં દીવાનપરામાં દિવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત થયું છે. જુની જીઇબીની ઓફિસ તોડી પાડવાની કામગીરી ચાલતી હતી આ દમરિયાન દુર્ઘટના થતાં શ્રમિકનું મોત થયું છે.


મોરબીના વાંકાનેરમાં જીઇબીની ઓફિસ તોડી પાડવાની કામગીરી ચાલતી હતી આ દરમિયાન એક દીવાલ અચાનક ધરાશાયી થતાં શ્રમિક પર પડતા શ્રમિકને ગંભીર ઇજા પહોચી હતી. મુનીસિંહ ડામોર નામના શ્રમિકને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા આ દરમિયાન તેમનું મોત થયું હતું, ગઈકાલે અરજણ બાલસિંહ નામના શ્રમિકનું  મૃત્યુ થયું હતું, દુર્ઘટના જુની GEB ઓફિસ ઉતારવાની કામગીરી સમયે થઇ હતી. વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.


માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત


રાજકોટ જિલ્લામાંથી વધુ એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જવાથી મોત થયુ છે. ખરેખરમાં આ કિસ્સો માતાપિતા માટે લાલબત્તી સમાન છે, બેદરકારીથી એક બાળકીનું મોત થયું છે. રાજકોટના નીવ સેદાણી ગામમાં આજે વહેલી સવારે એક ઘરે રમતી દોઢ વર્ષની બાળકી અચાનક પાણી ભરેલી ડોલમાં પડી ગઇ હતી, જે પછી બાળકીને સારવાર માટે પહેલા ખાનગી અને બાદમાં સરકારી હૉસ્પીટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.                                                                              


આ પણ વાંચો


સુરંગમાં ફસાયેલા પુત્રની 17 દિવસ સુધી રાહ જોઈ, બચાવના થોડા જ સમય પહેલા પિતાનું મોત


China Diseases: ચીનમાં ફેલાયેલી બિમારીથી ગુજરાત સરકાર એલર્ટ, તાત્કાલિક ઉભી કરાઇ આ ખાસ વ્યવસ્થા


‘નથી જોઇતા મુસ્લિમ વૉટ... જે ગાય કાપશે તેના તોડી નાંખીશ હાથ’, - ચૂંટણીના માહોલમાં બીજેપી નેતાનું મોટુ સ્ટેટમેન્ટ


કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, 40 હજાર રૂપિયા જેટલી આર્થિક સહાય મળશે