Accident :વડોદરના સાવલીના સાવલી હાલોલ રોડ પર ગમખ્વાર  અકસ્માત સર્જાયો, અહીં 2 બાઇક સામે સામા અથડાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે  અકસ્માતની આ ઘટના બની હતી, અહીં 2 બાઇક સામે સામા અથડ્યા હતા. ટક્કર એટલી તીવ્ર હતી કે બંને બાઇક સવારના ઘટનાસ્થળે મૃત્યુ થઇ ગયા. તો અન્ય ઘાયલોને  108 દ્રારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. એક મૃતક વાંકાનેર  ઘરેલુ મરી મસાલા વેચતા   વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું  સામે આવ્યું છે. તો બીજા મૃતક આણંદ ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે. મૃતકની બાળકી પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા પાવાગઢ દર્શનથી પરત આવતા હોવાનું સામે આવ્યું છે.
અન્ય અકસ્માતની ઘટનાની વાત કરીએ તો વડોદરાના કારેલીબાગ શિવાલય ચાર રસ્તા પાસે અર્ટિગા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે બંનેનો આબાદ બચાવ થયો છે. કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર આ વિસ્તારમાં અક્સ્માતની ધટના બનતી હોવાથી સ્થાનિકોનો ડિવાઈડર બનાવવવાની માંગણી કરી છે.


Patan News: રખડતાં ઢોરે એક આશાસ્પદ યુવકનો લીધો જીવ, બાઇકને અડફેટે લેતા સ્લીપ થઇ જતાં ઘટનાસ્થળે મૃત્યુ


Patan News: પાટણ પાટણ જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો  જીવ લીધો. રખડતાં ઢોરે અડફેટે લેતા બાઇક સવારનું મૃત્યુ નિપજ્યું


રાજ્યમાં એક બાજુ અનેક શહેરમાં રખડતા શ્વાનનો આતંક તો બીજી તરફ વાહન ચાલકો અને રાહદારી પર રખડતાં ઢોરનો પણ ખતરો એટલો જ છે. પાટણના પંચાસર હાઇવે પર રખડતા ઢોરના કારણે બાઇક સ્લીપ થઇ જતાં યુવતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.


રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધી રહ્યો છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર હાઇવે પર બાઈક પર જતા ઢોર વચ્ચે આવી જતાં યુવાનનું બાઈક   સ્લીપ થઇ ગયું ગતું. જેના કારણે 26 વર્ષીય ખેડૂત અજિત ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. તે ખતરેથી કામ પતાનીને ઘરે જતાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.  ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.