Accident: કોડીનાર સોમનાથ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રકે ઓટો રીક્ષાને હડફેટે લીધી હતી. પ્રાસલી ગામ નજીક આ અકસ્માની ઘટના બની છે. આ અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે.


આ બેઠક પર ભાજપમાં ભંગાણ


વિધાનસભા ચુંટણી 2022: નાંદોદ વિધાનસભાની ચુંટણીમા પુર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાને ટિકિટના મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હર્ષદ વસાવાએ મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિ પ્રદર્શન કરી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાથે જ બીજેપીના તમામ હોદ્દાઓ પરથી પણ તેમને રાજીનામું મોકલી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગતરોજ પોતાનાં 160 ઉમેદવારની જાહેરાત કરતાં નાંદોદ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં પુર્વ સંસદીય સચિવ અને બીજેપી આદિવાસી મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાને ટિકિટ ફાળવવામાં ન આવતાં સમગ્ર જીલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો કાર્યકરોમાં પડી રહેલા જોવા મળ્યા હતા.


હર્ષદ વસાવાને ટેકેદારો ચૂંટણીમાં ગમે તે ભોગે જંપલાવવા દબાણ કરી રહ્યા હતા, અને તેનું કારણ તેઓની બહુમુખી પ્રતિભા રહ્યુ છે. લોકો સાથે કાર્યકરો સાથેનો વાણી વહેવાર મુખ્ય છે, તેઓ બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા પણ છે અને એકપણ વખત ચૂંટણી હાર્યા નથી. જ્યારે તેઓનાં સ્થાને ભાજપાએ પસંદ કરેલા શબ્દશરણ તડવી એકવાર જીત્યા છે અને એકવાર હાર્યા પણ છે. જેથી આ વખતે હર્ષદ વસાવાને પાર્ટી ટિકિટ આપશે જ તેવી ચર્ચા હતી. હર્ષદ વસાવાએ નિષ્ઠાપુર્વક કામગીરી કરી હતી અને શબ્દશરણ તડવી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા.


બીજીવાર પણ હર્ષદ વસાવાએ ટિકિટ માંગી હતી, પરંતુ શબ્દશરણ તડવીને જ 2017 માં ભાજપા કાર્યકરોમાં ભારે અસંતોષ છતાં રિપિટ કરાયા હતા અને ભાજપાએ પોતાનો ઉમેદવાર વન મંત્રી હોવા છતાં પણ નાંદોદ વિધાનસભા બેઠક ગુમાવી હતી. કાઁગ્રેસના પીડી વસાવા વિજેતા થયાં હતાં. આ વખતે પોતે એક પણ વાર ચૂંટણી હાર્યાં નથી,પોતે ગુજરાત પ્રદેશ આદિજાતી મોર્ચાના પ્રમુખ પદે પણ હોય અને રાષ્ટ્રિય આદિજાતી આયોગના સભ્ય તરીકે પણ સફળ કામગીરી બજાવી હોયને હર્ષદ વસાવા પોતાને જ ટિકીટ મળશેની આશા પક્ષ પાસે રાખતા હતા. પરંતુ જુથબંધીનો ભોગ બન્યા અને હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી નોંધાવવા તેમની સાથે હજારો સમર્થકો સાથે રહ્યા હતા. જોકે હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી તો કરી છે પણ જીત બાદ પોતાની બેઠક કમલમમાં આપવાની વાત આજે  જ કરી દીધી છે અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 25,000 મતોથી વિજય બનવાની આશા પણ વ્યક્ત કરી છે.