ગીર સોમનાથ: વેરાવળ તાલાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આઈ20 કારે મોપેડ ચાલકને હડફેટે લીધો હતો. જેમાં મોપેડમાં સવાર દંપત્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મૃતક દંપત્તિ વેરાવળનું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ છે. ઘટનાને પગલે રોડ પર અફરા તફરી મચી ગઈ છે. અકસ્માતમાં મોપેડનો બુકડો બોલી ગયો હતો. તો બીજી તરફ કારને પણ બારે નુકશાન થયું છે.
દિલ્હીમાં શ્રદ્ધા જેવી બીજી ઘટના
રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. જો કે આ વખતે જેની હત્યા કરવામાં આવી હતી તે પુરુષ હતો. માતાએ પોતાના પુત્ર સાથે મળીને તેના જ પતિની હત્યા કરી દીધી અને 22 ટુકડા કરી ફ્રીજમાં સાચવી રાખી ધીરે ધીરે એક પછી એક ટુકડાનો નિકાલ કરી દીધો. જો કે આ ઘટનાના કેટલાક સીસીટીવી સામે આવ્યા છે જેમાં મહિલા પોતાના પુત્ર સાથે પતિની લાશના ટુકડાનો નિકાલ કરતી જોવા મળી રહી છે.
પત્નીએ કરી પતિની હત્યા
મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં માનવ શરીરના ટુકડા મળવાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓની ઓળખ પૂનમ અને દીપક તરીકે થઈ છે. મૃતકનું નામ અંજન દાસ જણાવવામાં આવ્યું છે. પૂનમને પતિ અંજન દાસ પર ગેરકાયદે સંબંધની શંકા હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગેરકાયદેસર સંબંધોની શંકાને કારણે અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવીને તેની હત્યા કરવામાં આવી હતી. પૂનમ અને તેના પુત્ર દીપકે મળીને હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તે ફ્રિજ પણ રિકવર કરી લીધું છે. પાંડવ નગરના રહેવાસી અંજન દાસની હત્યા કર્યા બાદ તેની લાશના 22 ટુકડા કરી ઘરની અંદરના રેફ્રિજરેટરમાં સંતાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહના ટુકડાને પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ફેકી દીધા હતા.
મહિલાએ પતિની લાશના 22 ટુકડા કર્યા
દિલ્હી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 05 જૂન, 2022ના રોજ આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને થાણા પાંડવ નગરના 20 બ્લોક કલ્યાણપુરીની સામે રામલીલા મેદાનમાં ઝાડીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી. આ માહિતી તાત્કાલિક પાંડવ નગર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ એસએચઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને માનવ અંગોથી ભરેલી બેગ મળી હતી. આ પછી ક્રાઈમ ટીમ અને એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.