ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની બેઠકો પર આ વખતે બીજેપીને ઝટકો લાગી રહ્યો છે. એબીપી સી વોટર ઓપિનિયન પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી સુરતમાં મજબૂત પકડ બનાવી રહી છે તો તાપી વિસ્તારમાં ટ્રાયબલ બેટમાં સમીરરણો બદલાઈ તેવી પણ શક્યતાઓ છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી દક્ષિણ ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે દક્ષિણ ગુજરાતના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 35માંથી 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 2થી 6 અને આમ આદમી પાર્ટીને 1થી 3 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો બીજેપીને 49.30 ટકા,કોંગ્રેસને 26.20 ટકા, આમ આદમી પાર્ટીને 18.80 ટકા અને અન્યને 5.60 ટકા મત મળી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોનો મિજાજ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે. ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.
આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%
વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.9%
સરેરાશ= 22.6%
ખરાબ= 30.5%
ટોટલ= 100%
મુખ્યમંત્રીની કામગીરીને કેટલા ટકા આપશો?
સારી= 46.1%
સરેરાશ= 26.8%
ખરાબ= 27.1%
ટોટલ= 100%
પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?
સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%
નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.