ABP-CVoter Opinion Poll: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોનો મિજાજ મહત્વનો ભાગ ભજવે છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતના સમિકરણો બદલાશે તે નક્કી છે. આ અંગે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે. તમને જમાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 54 બેઠકો આવેલી છે.  ABP-CVoter Opinion Poll માં સામે આવ્યું છે કે આ વખતે બીજેપીને 54માંથી 38થી 42 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ફાળે 4થી 8 અને આમ આદમી પાર્ટીને 7થી 9 અને અન્યને 0થી 1 બેઠક મળી શકે છે. જો વોટ શેરની વાત કરીએ તો 41.9 ટકા બીજેપીને, 23.50 ટકા કોંગ્રેસને, 27.80 ટકા આમ આદમી પાર્ટીને અને 6.7 ટકા અન્યને મળી શકે છે.






આ સમયે ક્યો મુદ્દો સૌથી મહત્વનો છે?


બેરોજગારી= 37.5%
વીજળી/ પાણી/રોડ= 18.2 %
કોરોના સમયે સરકારની કામગીરી= 4.2%
ખેડૂતોના પ્રશ્નો= 13.0%
કાયદો અને વ્યવસ્થા= 2.8%
સરકારી કામમાં ભ્રષ્ટાચાર= 4.5%
રાષ્ટ્રીય મુદ્દા= 2.3%
મોંઘવારી= 4.3%
બીજા મુદ્દા= 13.4%
ટોટલ= 100%


વર્તમાન ગુજરાત સરકારની કામગીરીને કેટલા ટકા આપશો?


સારી= 46.9%
સરેરાશ= 22.6%
ખરાબ= 30.5%
ટોટલ= 100%


મુખ્યમંત્રીની કામગીરીને કેટલા ટકા આપશો?


સારી= 46.1%
સરેરાશ= 26.8%
ખરાબ= 27.1%
ટોટલ= 100%


પ્રધાનમંત્રી મોદીના પર્ફોમન્સને કેટલા ટકા આપશો?


સારી= 65.3%
સરેરાશ= 14.6%
ખરાબ= 20.1%
ટોટલ= 100%



નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી.