Accident: આજે સવારે વધુ એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે, આજે સવારે જુનાગઢમાં ત્રિપલ અકસ્માત થવાથી સાત લોકો ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. માહિતી પ્રમાણે, આજે જૂનાગઢ - કેશોદના કૉલેજ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, આ અકસ્માત એસ ટી બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો છે, એસટીબસ, કાર અને બાઇક એકબીજા સામે ધડકાભેર અથડાતા સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, હાલમાં આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જુનાગઢમાં આ ત્રિપલ અકસ્માતની ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરી કાળમુખી બની સીટી બસ
શહેરમાં ફરી એકવાર ગોજારી ઘટના સામે આવી છે. સુરત બ્લુ સિટી બસ ફરી એકવાર કાળમુખી બની છે. શહેરના કતારગામ વિસ્તારમાં બસે એક યુવાનનો જીવ લીધો છે. યુવાન બસમાંથી ઉતરવા જઈ રહ્યો હતો ત્યારે જ બસ ચાલુ થઈ જતા યુવાન નીચે પટકાયો હતો. જે બાદ બસના પૈડાં યુવાનના માથા પરથી ફરી વળ્યા હતા. જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો બીજી તરફ પોલીસે અમદાવાદની ઘટનામાંથી બોધપાઠ લઈ લોકોને ઘટના સ્થળેથી તાત્કાલિક ખસેડ્યા હતા. બીજો અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે સીટી બસ ચાલકની અટકાયત કરી લીધી છે. જો કે, વારંવાર સીટી બસના કારણે લોકોનવે જીવ ગુમાવવા પડે છે તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ સીટી બસના કારણે અનેક લોકોએ સુરતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
આજી ડેમમાં મરવા જાવ છું,છેલ્લા રામ રામ
રાજકોટ: શહેરમાં એક યુવકના સ્ટેટસને લઈને ચકચાર મચી છે. યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને પોલીસ દોડતી થઈ છે તો બીજી તરફ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હકિકતમાં રાજકોટમાં એક યુવકે, ‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટસ મુક્યું હતું અને હવે આ યુવક સ્ટેટસ મુક્યા બાદ ગુમ થઈ ગચો છે. તેમણે એમ પણ લખ્યું કે, "છેલ્લા રામ રામ, આજીડેમમાંથી મારી લાશ મળશે, પોલીસ સાહેબ કોઈને હેરાન ન કરતા”. આમ યુવકે મોબાઈલમાં 3 સ્ટેટસ મુકી ઘરેથી ગુમ થઈ ગયો છે.