સાપુતારા: મહારાષ્ટ્રથી સાપુતારા જતી કારને અકસ્માત નડતાં, કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો મહારાષ્ટ્રથી સાપુતારા પ્રવાસ માટે જતાં હતા.
મહારાષ્ટ્રથી સાપુતારા ફરવા જતી કારને અકસ્માત નડ્યો, ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર સર્પગંગા તળાવમાં ખાબકી હતી. કારમાં બે વ્યક્તિ સવાર હતી. બંનેનો સદભાગ્યે આબાદ બચાવ થયો છે. આનંદો સર્કલથી આકારલોર્ડસ તરફ જતી સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. જોકે કારમાં સવાર બંનેનો કુદરતી આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ તાજેતરમાં જ એક સ્થાનિક કાર પણ સર્પગંગા તળાવમાં ખાબકી હતી.
રાજ્યમાં જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો, બિલ્ડર એસોસિએશનો વિરોધ, ક્રેડાઇની આજે બેઠક
ગાંધીનગર:સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરવાનો નિર્ણય લેવાતા બિલ્ડર એસોસિએશન વિરોધ જોવા મળી રહ્યો છે.સરકારે જમીન, મકાન સહિત સ્થાવર મિલકતોના સરકારી મૂલ્યો વધારો કરતા આ મામલે સરકાર સામે સ્ટેન્ડ લેવા આજે બિલ્ડર અને ડેવલપર્સની બેઠક યોજાશે તો આજે 4 વાગે ક્રેડાઇ એસોશિએશની બેઠક મળશે.
સરકારે જાહેર કરેલી નવી જંત્રી મામલે બિલ્ડરોમાં ભારે અસમંજસની સ્થિતિમાં હોવાથી બપોરના 1.30 કલાકે ગુજરાત ક્રેડાઈના બોર્ડ મેમ્બર્સની ઓનલાઈન બેઠક મળશે. ખેડુતો અને નવી મિલકત લેવા ઇચ્છુક નાગરિકો માટે સ્પષ્ટીકરણ ન હોવાનો મત જોવા મળી રહ્યો છે. આ મુદ્દે જ સાંજે 4 કલાકે અમદાવાદ ક્રેડાઇ એકમની પણ બેઠક મળશે
નવા જંત્રીના કાયદામાં સુસંગતતા લાવવા માટે બેઠકમાં ચર્ચા થશે. બિલ્ડરોના મત અનુસાર જંત્રી પહેલા બનેલી ઇમારતોના દર નક્કી કરવામાં ભારે સમસ્યા ઉભી થશે.જંત્રી પહેલા દસ્તાવેજની પ્રક્રિયા શરૂ થઈ હોય પણ જંત્રીના નવા દર લાગુ પડ્યા સુધીમાં પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો શું લાગુ થશે તેને લઈને પણ ભારે મુંઝવણ હોવાથી ક્રેડાઇની આ મુદ્દે બેઠક મળશે
મહેસૂલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 2011માં છેલ્લે જંત્રીના ભાવ વધારવામાં આવ્યા હતા. 5 ટકા જંત્રી લેવામાં આવતી હતી. આમ તો જંત્રીના ભાવમાં દર વર્ષે વધારો થવો જોઈએ, પરંતુ કોઈક કારણોસર આ ભાવ વધારો અમલી બન્યો નહોતો. અવારનવાર આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને અંતે સરકારે જંત્રીમાં 100 ટકાનો વધારો ય કર્યો છે.સરકારના એકાએક નિર્ણયના કારણે બિલ્ડરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ કારણે ક્રેડાઈ હાઉસ ખાતે કેટલાક ડેવલોપર ભેગા થશે અને ચર્ચા કરવામાં આવશે.