હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. જોકે, રાજ્યમાં હવે વરસાદની ગતિમાં ઘટાડો થશે.
તેમણે કહ્યું હતું કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા વરસશે. ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા છે. 12થી 22 સપ્ટેમ્બર વચ્ચે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10 સપ્ટેમ્બરના રોજ ડીપ ડિપ્રેશન સર્જાશે. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ડીપ ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે. સિસ્ટમ ફંટાતા હવે એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.
બંગાળના ઉપસાગરમાં 7થી 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ બનશે. 10 સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદથી પાલનપુર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કારણે પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામપુરા, જુના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તાર પાણી પાણી થયા હતા. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બનાસકાંઠાના લાખણી, થરાદ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાખણી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા હતા. ભરૂચના હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે બંધ રહ્યો છે. સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ઓસર્યા નથી જેના કારણે સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.
Weather Update: આગામી બે મહિના જોવા મળશે લા નીનાની અસર! ઓક્ટોબર સુધી ભારે વરસાદ, પછી કડકડતી ઠંડી