Weather forecast: રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો એકાદ ડિગ્રી ગગડતાં ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. ડિસેમ્બરના 20 દિવસ વીતી ગયા છતાં હજુ રાજ્યે કડકડતી ઠંડીનો અનુભવ નથી કર્યો.  અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 30થી 32 વચ્ચે રહે છે. જેથી શિયાળામા પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે જો કે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના આંકલન મુજબ ગુજરાતમાં જાન્યુઆરીમાં તાપમાાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં  હાડ થીજાવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 જાન્યુઆરી બાદ કોલ્ડવેવની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હિમાચલમાં બરફ વર્ષાો થતાં અને ઉત્તર તરફથી ઠંડા પવનો વહેતા થવાથી ગુજરાતમાં ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડી શકે છે.

Continues below advertisement

ઠંડીની સાથે અંબાલાલ પટેલે વરસાદની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ફરી રાજયના વાતાવરણમાં પલટાના સંકેત છે. જેના કારણે ફરી આ ચાર મહિનામાં ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઇ શકે  છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન માવઠાની શક્યતા છે.

Continues below advertisement

ઉત્તર ભારતથી લઈને પૂર્વી રાજ્યો સુધી ઠંડી અને ગાઢ ધુમ્મસની અસરો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સવાર અને રાત્રિ દરમિયાન વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેના કારણે સામાન્ય જનજીવન તેમજ માર્ગ, રેલ અને હવાઈ મુસાફરી ખોરવાઈ જાય છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.

દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હીમાં ઠંડી વધી રહ્યી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, શનિવારે ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવાર અને સોમવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, આગામી દિવસોમાં વહેલી સવારની વિઝિબિલિટી અત્યંત ઓછી રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની ધારણા છે.

ધુમ્મસ ઉત્તર પ્રદેશને પણ અસર કરશે.

20 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. જોકે, સવાર અને સાંજે ધુમ્મસ રહેશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબગાઢ ધુમ્મસ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ડિસેમ્બરની સવારે પંજાબમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે. દરમિયાન, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને બિહારમાં 21 ડિસેમ્બર સુધી ધુમ્મસ છવાઈ શકે છે. આ અસર પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બર સુધી રહી શકે છે. 24 અને 25 ડિસેમ્બરે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ પણ સમસ્યા બની

શકે છે.

તાપમાનની આગાહી શું છે?

ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે, પરંતુ ત્યારબાદ 2 થી 4 ડિગ્રી ઘટવાની ધારણા છે. પૂર્વ ભારતમાં તાપમાન આગામી થોડા દિવસો સુધી પ્રમાણમાં સ્થિર રહેશે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં હાલમાં મોટા ફેરફારોના કોઈ સંકેતો નથી.

રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી

તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનોના કારણે ઠંડી વધશે. ઉત્તર આંતરિક કર્ણાટકના છૂટાછવાયા વિસ્તારો માટે પણ તીવ્ર ઠંડીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.