Gujarat Weather  Update:હવામાન વિભાગના અનુસાર વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.વરસાદ દરમિયાન ખેડૂતોને પાકનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. જો કે, 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. 20 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી કરાઈ છે.


અમરેલીમાં  હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે.ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં  ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે


વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ  પડતાં
ભર શિયાળે અષાઢ જેવો મહોલ જોવા મળ્યો હતો.  ચોમાસાની જેમ ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ  જોવા મળ્યું હતું. ખેતીના પાકમાં નુકસાનીની ભીતિના કારણે  ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ..

ડાંગના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 3 દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. શાકભાજી, ડુંગળી, ઘઉં અને સ્ટ્રોબેરી જેવા પાકો કરતા ખેડૂતોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.


સુરતમાં પણ  વરસાદનું આગમત થતાં ઉમરપાડાના વાડી, રેટા, સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદી માહોલ છે. જૂનાગઢ, ભાવનગર અને ગીર પંથકમાં વરસાદ પડતાં અહીં પણ ચોમાસા જેવો માહોલ સર્જૌયો હતો. તો બીજી નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા મૂકાયા છે. અહીં ડાંગર શેરડી ચીકુ અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

દેશમાં અત્યારે ડિસેમ્બર મહિનાની ઠંડીની સિઝન જામી છે, ત્યારે એકબાજુ લોકો ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે, અને બીજુબાજુ બીજી મોટી આફત આવી છે. હવામાન વિભાગે રિપોર્ટમાં દર્શાવ્યુ છે કે, દેશમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદ પડવાની આગાહી કરી છે. 


દેશમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં એકબાજુ ઠંડી અને બરફવર્ષા થવાની આગાની છે, તો બીજીબાજુ દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રિપોર્ટ કર્યો છે કે, દક્ષિણમાં તામિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આ સિઝનમાં વરસાદ પડશે.