GUJARAT : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાણી તૈયારી છે, કોંગ્રેસના કદ્દાવર નેતા અને ધારાસભ્ય કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડબ્રહ્માના કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલ 3 મેના રોજ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. આદિવાસી સમાજના નેતા એવા અશ્વિન કોટવાલ સતત 3 ટર્મથી ધારાસભ્ય છે. અશ્વિન કોટવાલ કોગ્રેસ છોડે તો આદિવીસી બેલ્ટ પર કોગ્રેસને ભારે નુકસાન પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં અશ્વિન કોટવાલ અને મધુસુદન મિસ્ત્રી વચ્ચેના મતભેદ જગ જાહેર થઇ ચુક્યા છે. અશ્વિન કોટવાલ વિરુદ્ધ મધુસુદન મિસ્ત્રી નિવેદન કરી ચુક્યા છે.
અશ્વિન કોટવાલ સતત ત્રણ ટર્મ થી ખેડબ્રહ્મા બેઠક પરથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.2007,2012 અને 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે. અશ્વિન કોટવાલનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અશ્વિન કોટલાવના પિતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. અશ્વિન કોટવાલના પુત્ર પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. અશ્વિન કોટવાલે બીએ ઇકોનોમિકસ સુધીનો અભ્યાસ કરેલ છે.