સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સુરતથી સામે આવી છે.કિશોરોમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે. જેના માટે મોબાઈલમાં ઉપલબ્ધ અશ્લિલ સાહિત્ય જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. હવે આવા જ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે સુરતમાં. સુરતના સલાબતપુરા વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બે કિશોરોએ દુષ્કર્મ આચરી વિડિયો પણ બનાવ્યો હતો. અન્ય કિશોરે વિડિયો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ સલાબતપુરા પોલીસે દુષ્કર્મ આચરનાર અને પહેરો આપનાર ચાર બાળકિશોરની અટકાયત કરી છે. 


4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની કેદની સજા


સુરત કોર્ટનો વધુ એક દાખલા રૂપ ચુકાદો સામે આવ્યો છે. ચાર વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. બાળકીને ટીવી જોવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2018માં શ્રમજીવી પરિવારની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. પાડોશી 24 વર્ષીય કૃષ્ણા કુમારે દુષ્કર્મ આચર્યું હતું. સુરત કોર્ટે આરોપી કૃષ્ણાને 10 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો.


સુરતના રાંદેર કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. બે બાળકોના મોત થયા હતા અને એક લાપતા થયા છે. મળતી માહિતી અનુસાર, તાપી કાંઠે રમતા ત્રણ બાળક  ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબ્યા હતા. મહમ્મદ કરમઅલી અને શહાદત શાહ નામના બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળકીનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.


સુરતમાં રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમાવમાં મશગુલ થઈ ગયા હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જેહમત બાદ બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી. હાલ પણ શોધખોળ ચાલી રહી છે.