Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર થશે. જેના કારણે 19થી 21 સુધી ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ વધતા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે જેના કારણે 19થી 21 ઓક્ટોબર દરમિયાન આ જિલ્લાઓમાં ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ નકારી ન શકાય. 22 ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગના અનુમાન મુજબ 23 ઓક્ટોબર બાદ રાજ્યમાં સંપૂર્ણ વરસાદ બંધ થઇ શકે છે. જો કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે જેના પગલે ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા જોવાઇ  રહી છે. સિસ્ટમ કઇ દિશામાં આગળ વધશે તે બાદ જ વાવાઝોડાની સ્પષ્ટ આગાહી કરી શકાશે.

Continues below advertisement

20 ઓક્ટોબરે વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. મોરબી સુરેન્દ્રનગર સિવાય સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. બોટાદ, આણંદથી વડોદરા, કચ્છ, અમદાવાદ જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે.

રાજ્યના કુલ 207 પૈકી 133 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 102, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે દક્ષિણ ગુજરાતના 12 તો ઉત્તર ગુજરાતના પાંચ જળાશયો  છલોછલ થયા છે. ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદથી રાજ્યના  185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 162 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલ 9 ડેમ એલર્ટ પર છે. ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર  છે.             

Continues below advertisement

હળવી ઠંડી બાદ હવે દિલ્હી-NCRમાં તાપમાન વધવા લાગ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબર પછી જ દિલ્હીમાં ઠંડીની શરૂઆત થઈ શકે છે. આજે આકાશ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 35 અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે. આ પછી 20 થી 23 ઓક્ટોબર સુધી મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રી રહી શકે છે. આકાશ સ્વચ્છ રહેશે. 24મી ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો શરૂ થશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહી શકે છે.               

આ પણ વાંચો 

Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી