Rain Forecast: રાજ્યભરમાં મેઘરાજા ત્રીજા રાઉન્ડમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. તેવી સ્થિતિમાં મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર બની વરસી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.                           

  


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક  જિલ્લામાં વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો  માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.                      


હવામાન વિભાગે ભારે વરસાદના અનુમાનને જોતા સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી સહિત ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  અમદાવાદ સહિત રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.


24 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ  અનુમાન છે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ચોમાસાનો  ચોથો રાઉન્ડ શરૂ થશે,. ઓગષ્ટના મધ્ય સુધી વરસાદ વિરામ લે તેવો અંબાલાલ પટેલે  અનુમાન વ્યક્ત કર્યો છે.                 


અવિરત વરસાદના કારણે .રાજ્યના 107 જળાશયો એલર્ટ પર છે  રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 44 જળાશયો  ઓવરફ્લો થયા છે.  સૌરાષ્ટ્રના 34, કચ્છના આઠ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય સંપૂર્ણ ભરાયું ગયું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 72.81 ટકા જળસંગ્રહ છે.                    


રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 61.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 119, તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં  89.69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.56 ટકા, મધ્ય ગુજરાતમાં 48 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં વરસ્યો 47.68 ટકા વરસાદ વરસ્યો છે.         


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial