ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે . આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ રહેશે. આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બાનસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 23 જુલાઈના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કપરાડામાં 6 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કપરાડામાં 6 કલાકમાં 9 ઈંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડના મોટી પલસાણ ગામમાં ખાડીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતા. કોઝ વે પરથી ધસમસતા પ્રવાહમાંથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચવેચા ઓહલ નદીના કોઝ વે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે.
ગુજરાતમાં રાત્રિના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ વરસ્યો
વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો છે
દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ
વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ
દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ
પોરબંદરના રાણાવાવમાં અઢી ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કરાઈ આગાહી
23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial