Gujarat Rain Forecast:  હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. અમદાવાદ શહેર અને આસપાસના ગામડામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ દરિયામાં કરંટ અને પવનનો વેગ તીવ્ર રહેવાના અનુમાનને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે.


આવતીકાલથી રાજ્યમાં ચોમાસાનો  વધુ એક રાઉન્ડ શરૂ થશે.  શુક્રવાર અને શનિવારે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.                          


રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  79 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.                                


રાજ્યના 207 પૈકી 63 જળાશયો છલકાઇ ચૂક્યાં છે.  સૌરાષ્ટ્રના 48, કચ્છના 10, તો દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતના બે જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. 207 જળાશયોમાં હાલમાં 71 ટકાથી વધુ જળસંગ્રહ  છે. રાજ્યના 206 પૈકી 125 જળાશયો હાઈએલર્ટ પર છે. તો 11 જળાશયો વોર્નિંગ પર.. 81 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 206 જળાશયોમાં 69 ટકા જળસંગ્રહ છે.