Rain Forecast:વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી ( Western disturbance)અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ  નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી  વરસાદ (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે  અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ વરસી શકે છે


રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી  છે.  આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં  વરસાદ વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદની આશંકા છે.  


મધ્ય ગુજરાતના ત્રણ અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા  વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ 14 મેના રોજ  એટલે કે આજે  સંભાવના છે.


આજે ક્યાં પડશે વરસાદ


14 મેના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી સંભાવના છે અને કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં પણ એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી હતી. આ સિસ્ટમોને કારણે કેટલીક ટ્રફ રેખા સર્જાઈ છે, જેના લીધે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.


આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી


આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે, આવતા અઠવાડિયે આંદામાન સમુદ્રમાં ચોમાસું એટ્રી કરશે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે.આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે.