Gujarat Weather Update: હવામાન વિભાગની (weather department forecast) આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં (gujarat weather) પલટો આવ્યો છે. અનેક વિસ્તોરમાં કમોસમી વરસાદ (unseasonal rain), કરા (hailstorm) પડ્યા છે. આ દરમિયાન અમરેલી પંથકના (unseasonal rain in amreli) વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી શહેરમાં ભારે પવન બાદ વીજળીના કાડકા અને કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. લાઠી શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈ મતીરાળા ગામની સ્થાનિક ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા છે.


ગુજરાતમાં ક્યાં ક્યાં વાતાવરણમાં આવ્યો પલટો



  • અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. એસ જી હાઇવે, ગુજરાત હાઇકોર્ટ, સીજી રોડ, આશ્રમ રોડ, વૈષ્ણોદેવી, સાયન્સ સિટી, નારણપુરામાં ધુળની ડમરીઓ ઉડી રહી છે. હાલ ભારે પવન ફુંકાઇ રહ્યો છે.

  • સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં પલટો આવ્યો છે. લીંબડી, ચૂડા, ધ્રાંગધ્રા, મુળી સહિતના તાલુકાઓમાં પણ વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.

  • ગાંધીનગરમાં વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છે. ગાંધીનગરના સેકટર 7 ખાતે ધુળની ડમરી ઉડી રહતી. ઝડપી પવનના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

  • તાપીજિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વ્યારા તાલુકાના લખાલી, ઝાંખરી સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વ્યારા શહેરમાં ભારે પવન ફૂંકાતા તળાવ રોડ વિસ્તારમાં ઝાડ ધરાશાયી થયું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે ખેડૂતોની ચિંતામાં આંશિક વધારો થયો છે.





  • દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો  આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાવાઝોડું આવ્યું હતું. મીરાખેડી ખાતે કરા પડ્યા હતા. જ્યારે છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તાર વરસાદ પડ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે.

  • ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.





  • અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શામળાજી સહીત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ છે. રંગપુર, શામળપૂર સહિત વિસ્તારમાં વરસાદ છે, તો મોડાસાના ઈસરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.